Search This Blog

Wednesday, August 29, 2007

"મોતની મદિરા"


હસતા મુખને જોઈ છે સહુ કોઈ
પણ દિલની દુનિયામા કોઈ ડોકાતુ નથી

દિલ તો રડે છે પોક મુકીને
પણ આંખોથી આંસુ છલકાતું નથી

કીચડમા ઉભું છે ત્યાં સુધી તો
કમળની સુમનને પણ કોઈ સુંઘતું નથી,

લાગી છે ભીડ આસપાસ સ્વજનોની
પણ પોતાનું અહી કોઈ દેખાતું નથી

દોડી ને આવે છે સહુ કોઈ એ મયખાને
એક બુંદ જામનું જ્યાં રેલાતું નથી

મહેફીલમા મળીને બેસવું છે સહુ કોઈએ,
પણ એકલતાથી કોઈને મળાતું નથી

વાહ - વાહ કરી પાડે તાળી સહુ કોઈ
પણ 'સપન'ના દર્દે કોઈ પીડાતું નથી

જિંદગીને ઘોળીને પી જાય છે સહુ કોઈ
આ મોતની મદિરા કોઈ પીતું નથી...

==== સપન ====

Tuesday, August 28, 2007

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.


આજે વિખ્યાત કવિ શ્રી ચિનુભાઈ મોદી "ઈર્શાદ" ની એક સરસ રચના મમળાવીએ....


પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

Monday, August 27, 2007

આ સપનની શાયરી તું છે


ખીલતા ગુલાબની ગરીમા તું છે
ઉગતા સુરજની લાલીમા તું છે
નીશાના ચાંદની ચાંદની તું છે
સપનની શાયરી તું છે


મંદીરના દિપકની જ્યોતી તું છે
સમુંદરના છીપનું મોતી તું છે.
નારીના શૃંગારની સાદગી તું છે
સપનની શાયરી તું છે.


અંતરના ઊંડા પ્રેમનો ચીતાર તું છે
સૃષ્ટિની સુંદરતાનો આધાર તું છે
ગુલાબની કોમળ પાંખડી તું છે
સપનની શાયરી તું છે.


=== સપન ====

Sunday, August 26, 2007

આકાશે ઉડતુ વાદળ મને ગમે છે


આકાશે ઉડતુ વાદળ મને ગમે છે
ભીની સી બુંદનું ઝાકળ મને ગમે છે

છુપાવીને રાખ્યુ છે મોતી હૃદયમાં
છિપનું એ શાણપણ મને ગમે છે

સુગંધની શોધમા ભમ્યા કરે છે કાયમ
ભમરાનું એ ગાંડપણ મને ગમે છે

રાત્રીના અંધકારમાં રેલાવે છે જે રોશની
ચંદ્ર તારાનું એ જાગરણ મને ગમે છે

બીનના સુરોની જે પ્રેમીકા છે
તે નૃત્ય કરતી નાગણ મને ગમે છે

વિરહની વેદના લઈ તુટ્યો છે જે સંબંધ
એ સંબંધનું સાંધણ મને ગમે છે

કવીતા તો "સપન"નુ એક બહાનું જ છે
બાકી તારા પ્રેમનું આગણ મને ગમે છે.

==== સપન ====

Friday, August 24, 2007

હું તો તારો સાથ માંગુ છું

"હું તો તારો સાથ માંગુ છું"
જનમ જનમ નો સાથ માંગુ છુ
પ્રેમ તણી હું પ્યાસ માંગુ છું

ઊંડા અંતરની આશ માંગુ છું
પ્રણય પંથનો સંગાથ માંગુ છું

ખીલતા ગુલાબની સુવાસ માંગુ છું
એ મહેકમાં હું તારો શ્વાસ માંગુ છું

પ્રેમના વચનમાં વિશ્વાસ માંગુ છું
દિલની દુનિયાનો થવા દાસ માંગુ છું

તુજ મીલનની રાત માંગુ છું
તેમા એકલતાનો અજવાસ માંગુ છુ

તારી આત્મામાં મારી આત્માનો વાસ માંગુ છું
"સપન" ની સૃષ્ટીમાં તારો સહવાસ માંગુ છું

==== સપન ====

Virah ni madira


વિરહની મદીરા


જાગે છે રાત, જાગે છે તારા
સુનમુન છે સાગર, ગુમસુમ કિનારા

વાદળની ગર્જના વિજળીના ચમકારા
વરસાદની ધારા પણ નીર છે ખારા

દિવા તળેના આ છે અંધારા
આંખો એ આંજ્યા છે અશ્રુના અંગારા

વસંતને આંગણે પાનખરના વાયરા
વિરહની ક્ષણોમાં યુગોના દાયરા

સાકીને પણ નથી ગમતી પ્યાલાની સુરા
બસ આમ જ "સપન" ને પીડે છે વિરહની મદીરા

==== સપન ====

આજે ફુલ ઘાયલ થયુ છે

આજે ફુલ ઘાયલ થયુ છે


આજે ફુલ ઘાયલ થયુ છે

બંધાયને ઘુંઘરૂ પાયલ થયુ છે.


પત્થરની છે બાંધણી ને પત્થરની છે પ્રતિમા

છતાં ઈસુ વિનાનુ આ દેવળ થયું છે


ફુલ તો તેની સામે નઝર કરતું'ય નથી

છતાં પતંગીયુ તેમા પાગલ થયું છે


ઝરણાં એ પણ કાપ્યા છે સરીતાના રસ્તા

તેથી તે ઝરણું મટી સાગર થયું છે


માંગ્યુ'તુ પ્રભુ પાસે પ્રેમ નું વરદાન

પ્રેમીકા તરફથી એ રદ્ બાતલ થયું છે


આવી ને આંખે આંજી ગયું છે કોઈ

એ "સપન" નયનનું કાજળ થયું છે.


- સપન -