Search This Blog

Wednesday, December 19, 2007


માણસને વ્હાલુ થવું કેટલું અઘરૂં છે તે જાણ્યુ મોત પર
ભુલ્યા'તા મને જે તે જોડાયા મારી મૈયતની જાનમાં...

=== સપન ===
૧૯.૧૨.૨૦૦૭

Tuesday, December 18, 2007


બાગમા ખિલ્યુ જાણે સુંદર ગુલાબ છે
મારી આંખોમા બસ તારા જ ખ્વાબ છે
તારી આ સાદગીમાં સુંદરતા એવી છુપાઈ છે
કે આ રૂપ તારૂં દુનિયાની આઠમી નવાઈ છે

=:=:= સપન =:=:=
૧૮-૧૨-૨૦૦૭

Sunday, December 9, 2007

આયના જેવુ અંગ અને સોના જેવો રંગ


આયના જેવુ અંગ અને સોના જેવો રંગ
કુદરતે રચ્યો છે શું મજાનો સંગ !

ફુલ જેવા વદન પર સંગીત જેવુ સ્મીત
હારી જાઉં દિલ અને મેળવી લઉં હુ જીત

સુરાલય જેવી આંખો મા સુરા છે અમાપ
એક બુંદનો નશો ને રહે જીવનભરનો વ્યાપ

હંસલા જેવી બોલી અને કોયલ જેવો કંઠ
દિલના તાર છંછેડતો જાણે એક તંત

ભમ્મર કાળા વાળ ને તડકા જેવુ રૂપ,
સપનને ખુટે શબ્દો, એવુ સુંદર સ્વરૂપ

=:=:= સપન =:=:=
તા. ૦૯-૧૨-૨૦૦૭

કોણ છું હું?


મધદરિયે ઉભેલો પહાડ છું હું.
ઠુઠા શષ્ત્રનો પ્રહાર છું હું.

સફળતા મળતી નથી મને એ જાણું છું
કારણ કે નિષ્ફળતાનો પર્યાય છું હું.

મહેલની ભવ્યતા પર હવે જાશો નહી,
અંદરથી જરી પુરાણો ખંડેર છું હું...

તાર ભલે લગાવ્યા હોય નવા નક્કોર,
આખર તો બેસુરી સિતાર છું હું...

જીવન જીવુ છું થોડું તુટેલું થોડું ફુટેલું,
જિંદગી પર પણ જાણે ભાર છું હું...

મોત પણ કાયમ હાથતાળી દઈ જાય છે,
મોત માટે પણ અસ્વિકાર છું હું...

બોલ્યો છું સાચુ ને કર્યુ છે સાચું તેથી જ,
આ જુઠી દુનિયાનો ગુન્હેગાર છું હું...

કિધુ છે દેવું ગમનું સદા દુનિયા પાસેથી,
માટે આ દુનિયાનો દેવાદાર છું હું...

નથી લડ્યો કોઈ'દિ દુનિયાની જીદ સામે
એટલે જ લોકો કહે છે કાયર છું હું...

સપન તુટ્યા છે મારા સદાયે..
એટલે જ થઈ ગયો શાયર છું હું....

=:=:= સપન =:=:=
તા. ૦૯-૧૨-૨૦૦૭