Search This Blog

Wednesday, November 28, 2007

સપન ની શુભેચ્છા...



સંધ્યાએ આકાશમાં રાતા વાદળોની રંગોળી પુરી છે.
ચમકતા પ્રથમ તારાએ તેમા રોનક ઉમેરી છે.
પંખીઓના કલરવે સંગીતની મધુરતા પાથરી છે.
સુરજ ખોવાઈ રહ્યો છે ધીરે ધીરે સપનમાં..
ભુમીએ પણ સૃષ્ટિની આ કરામત નીરખી છે.

================================




ગુલાબી ઠંડી લઈ ઉગ્યુ છે પ્રભાત
ઝાકળૅ ભીંજવ્યા છે ગુલાબનાં તન
સુરજની કિરણો આપે છે હુંફ અને
પંખીઓના કલરવમાં ગુંજે છે પ્રેમ
સુરજ મુખીના ચહેરા પણ ખીલી રહ્યા છે
આવો, સવારની શુભેચ્છા સાથે પુરા કરીએ સપન

===== સપન =====

Sunday, November 11, 2007

હું તો જાગી જાગી જાઉં છું.


તારી આંખોને જોઈને હું તો પાગલ પાગલ થાઉં છું
તારો સ્પર્શ પામીને હું તો પાણી પાણી થાઉં છું

લજ્જાથી મસ્તક જુકાવી જુએ છે ભુમી તરફ તું
તારૂં રૂપ જોઈને હું તો વારી વારી જાઉં છું.

પગમાં બાંધેલી પાયલે એવો તે જાદુ શું કર્યો?
ઝાંઝરને સાંભળી ને હું તો રણકી રણકી જાઉં છું.

તમારી જુલ્ફોમા નાખેલો ગજરો પણ કમાલ છે..
તેની સુવાસ પામીને હું તો મહેકી મહેકી જાઉં છું

સપન તો આવશે હવે આંખો મહી ક્યાથી?
યાદ તમારી આવે ને હું તો જાગી જાગી જાઉં છું.

=== સપન ==== તા. ૧૨-૧૧-૨૦૦૭

Thursday, November 8, 2007

School Days...

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે,ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.....

Tuesday, November 6, 2007

જો એ મને મળે તો...


હું સ્વર્ગને પામી લઊં જો એ મને મળે તો

હું ખુદ ને પણ ખોઈ દઊં જો એ મને મળે તો


હું મોત ને પણ માત કરૂં જો એ મને મળે તો

હું સમય ને પણ સાથ કરૂં જો એ મને મળે તો


એના અધરને ચુમી લઊ જો એ મને મળે તો

એની મુસ્કાનને માણી લઊ જો એ મને મળે તો


એના હાસ્યથી હસી લઊ જો એ મને મળે તો

એના રૂદન પર રડી લઊ જો એ મને મળે તો


બાકી તો સપન વધુ શું કહું જો એ મને મળે તો?

કામદેવ - રતી ને પાછા પાડું જો એ મને મળે તો...


==== સપન ====