લાગણીઓ ને કાગળ પર ઉતારતાં ક્યારે કવીતા બની જાય છે એ ખબર જ નથી પડતી. કાગળનું શરીર અને શબ્દોની નસો ધરાવતી કવીતાઓમાં મે મારા મનની લાગણીઓનું રક્ત સિંચવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ક્યારેક કલમ દ્વારા કશું લખાઈ ગયું હોય તો એ પણ અહી મુક્યુ છે.
Search This Blog
Thursday, January 26, 2012
Friday, January 13, 2012
મૃત્યુ નો મલાજો...
સ્ટ્રેચર પરથી ઉંચકીને પથારી પર સુવાડતા સુવાડતા સીસ્ટર જ્યોતી બોલી “લ્યો તમારો દિકરો આવી ગયો.”
રમણિકલાલના હ્રદયમાં ઉંડે ઉંડે પડઘા પડવા લાગ્યા કે દિકરો આવી ગયો.
માંડ માંડ આંખો ઉચકવાનો નીરર્થક પ્રયત્ન પણ તે ઉડુ ઉડુ થતા ખોળીયાઍ કરી જોયો. હાથ થોડા ઘણા ફરકયાં.
આવેલા દિકરાઍ પણ હાથમાંની બેગ બાજુમાં મુકીને બેવ હાથ વડે ખુબજ હેતથી રમણીકલાલના હાથ પકડી લીધા….
જ્યોતી સીસ્ટરે ડોકુ ધીમેથી હલાવીને હવે વધુ સમય નથી નો મૌન સંદેશો દિકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો.
રમણીકલાલના મોં પર આજે દસ દિવસે કઈક નવો સંતોષ હતો !
લગભગ બે કલાક સુધી આમને આમ દિકરા અને બાપ વચ્ચે એકપણ શબ્દ વગર ખુબ બધી ચર્ચા થઇ…
બન્ને માંથી કોઇ હલ્યુ નહિ.
રાત્રીના હવે અગીયાર વાગ્યા હતા.
વોર્ડમા હવે છુટાછવાયા ઉધરસ અને ઉંહકારા સીવાય શાંતી હતી.
બાપનો હાથ પકડીને કયારનાય બેઠેલા દિકરાને જોઇ સીસ્ટરે દિકરાને પણ બહારના બાંકડે જઇ આરામ કરવાની સલાહ આપી.
દિકરાઍ ફકત ડોકુ ધુણાવ્યુ અને ફરી પાછૉ ઍક હાથે પકડેલ બાપના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.
લગભગ બે કલાક બાદ અચાનકજ એક નાનકડો પણ કંઇક જુદોજ અવાજ સંભળાયો અને દિકરાના હાથમા પકડેલ બાપનો હાથ નીર્જીવ બની ગયો.
દિકરાઍ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી.
કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણીકલાલના અચેત શરીર પરથી ઓકસીજન માસ્ક અને બીજા યંત્રો દુર કરવા માંડ્યા.
જયોતિ સિસ્ટરે માનવતા બતાવતા દિકરાના ખભે હાથ મુકિને કહ્યુ,
“જે થાય છે તે ઇશ્વર ભલા માટેજ કરે છે.ઘણા વખતથી ઍકલા ઍકલા રીબાતા હતા. ભગવાન ઍમની આત્માને શાંતી આપે. આમતો ઘણા સારા માણસ હતા”
પાછળ ફરીને તે બોલ્યો,
“લાગ્યુજ કે કોઇ સારા માણસ હતા. આ કોણ હતા?”
સીસ્ટર આશ્ચયમા પડી ગઇ અને બોલી,
” શુ વાત કરો છો? આ તમારા પીતા હતા.”
ખુબજ સ્વસ્થતાથી પેલાઍ જવાબ આપ્યો,
“ના હું ઍમનો દિકરો નથી. મારા પિતાજી મારા ઘરે છે. પણ, હા હું આ કાકાના દિકરા જેવો થોડો ઘણો દેખાતો હોઇશ !
હુ તો અહી હોસ્પીટલના ઓપરેશન થીયેટરનુ જનરેટર ઇમરજન્સીમા ઠીક કરવા રાતે આવ્યો હતો…
હુ ત્યાંથી બહાર આવ્યો અને રીસેપ્શન પર મારુ નામ કહ્યુ ત્યારે આપ મને અહી લઇ આવ્યા !
પહેલા મને લાગ્યુ કે આપ મને ચેક આપવા ડોકટર સાહેબ પાસે લઇ જાવ છો પણ ત્યાં તો આપે મારી ઓળખ આ કાકાને તેમના દિકરા તરીકે કરાવી.
ખબર નહી કેમ! પણ, મને થયુકે મને જેટલી મારા ચેક ની જરુર છે તેના કરતા આ કાકાને મારી વધારે જરુર છે.
ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ તેમણૅ પણ મને તેમનો દિકરો માન્યો !
તમે નહી માનો સીસ્ટર પણ મે છેલ્લા ચાર પાંચ કલાકમાં આ માણસ સાથે કંઇ કેટલીય વાતો મૌનથી કરી….
ચાલો ,આજે મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મીત બનવાનુ સદભાગ્યતો ઇશ્વરે મને આપ્યુ !
ડોકટર સાહેબને કહેજો… મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાથી આ કાકાનુ બીલ ભરી દે !”
આમ બોલીને બે હાથ જોડીને રમણીકલાલના શબને પ્રણામ કરી બેગ લઇને તે યુવાન ચાલતો થયો….
ઍક અજબ આશ્ચય સાથે જયોતી સિસ્ટર ઍને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નીર્જીવ શરીર પર પડી ત્યા બધું જ મૃત્યુ પામેલુ !! ફકત જીંવત હતુ તો પેલુ “સંતોષનુ સ્મીત“……….
સૌજન્ય : મેહુલભાઈ રાવલ via - Facebook
Subscribe to:
Posts (Atom)