Search This Blog

Sunday, December 9, 2007

કોણ છું હું?


મધદરિયે ઉભેલો પહાડ છું હું.
ઠુઠા શષ્ત્રનો પ્રહાર છું હું.

સફળતા મળતી નથી મને એ જાણું છું
કારણ કે નિષ્ફળતાનો પર્યાય છું હું.

મહેલની ભવ્યતા પર હવે જાશો નહી,
અંદરથી જરી પુરાણો ખંડેર છું હું...

તાર ભલે લગાવ્યા હોય નવા નક્કોર,
આખર તો બેસુરી સિતાર છું હું...

જીવન જીવુ છું થોડું તુટેલું થોડું ફુટેલું,
જિંદગી પર પણ જાણે ભાર છું હું...

મોત પણ કાયમ હાથતાળી દઈ જાય છે,
મોત માટે પણ અસ્વિકાર છું હું...

બોલ્યો છું સાચુ ને કર્યુ છે સાચું તેથી જ,
આ જુઠી દુનિયાનો ગુન્હેગાર છું હું...

કિધુ છે દેવું ગમનું સદા દુનિયા પાસેથી,
માટે આ દુનિયાનો દેવાદાર છું હું...

નથી લડ્યો કોઈ'દિ દુનિયાની જીદ સામે
એટલે જ લોકો કહે છે કાયર છું હું...

સપન તુટ્યા છે મારા સદાયે..
એટલે જ થઈ ગયો શાયર છું હું....

=:=:= સપન =:=:=
તા. ૦૯-૧૨-૨૦૦૭

Wednesday, November 28, 2007

સપન ની શુભેચ્છા...



સંધ્યાએ આકાશમાં રાતા વાદળોની રંગોળી પુરી છે.
ચમકતા પ્રથમ તારાએ તેમા રોનક ઉમેરી છે.
પંખીઓના કલરવે સંગીતની મધુરતા પાથરી છે.
સુરજ ખોવાઈ રહ્યો છે ધીરે ધીરે સપનમાં..
ભુમીએ પણ સૃષ્ટિની આ કરામત નીરખી છે.

================================




ગુલાબી ઠંડી લઈ ઉગ્યુ છે પ્રભાત
ઝાકળૅ ભીંજવ્યા છે ગુલાબનાં તન
સુરજની કિરણો આપે છે હુંફ અને
પંખીઓના કલરવમાં ગુંજે છે પ્રેમ
સુરજ મુખીના ચહેરા પણ ખીલી રહ્યા છે
આવો, સવારની શુભેચ્છા સાથે પુરા કરીએ સપન

===== સપન =====

Sunday, November 11, 2007

હું તો જાગી જાગી જાઉં છું.


તારી આંખોને જોઈને હું તો પાગલ પાગલ થાઉં છું
તારો સ્પર્શ પામીને હું તો પાણી પાણી થાઉં છું

લજ્જાથી મસ્તક જુકાવી જુએ છે ભુમી તરફ તું
તારૂં રૂપ જોઈને હું તો વારી વારી જાઉં છું.

પગમાં બાંધેલી પાયલે એવો તે જાદુ શું કર્યો?
ઝાંઝરને સાંભળી ને હું તો રણકી રણકી જાઉં છું.

તમારી જુલ્ફોમા નાખેલો ગજરો પણ કમાલ છે..
તેની સુવાસ પામીને હું તો મહેકી મહેકી જાઉં છું

સપન તો આવશે હવે આંખો મહી ક્યાથી?
યાદ તમારી આવે ને હું તો જાગી જાગી જાઉં છું.

=== સપન ==== તા. ૧૨-૧૧-૨૦૦૭

Thursday, November 8, 2007

School Days...

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે,ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.....

Tuesday, November 6, 2007

જો એ મને મળે તો...


હું સ્વર્ગને પામી લઊં જો એ મને મળે તો

હું ખુદ ને પણ ખોઈ દઊં જો એ મને મળે તો


હું મોત ને પણ માત કરૂં જો એ મને મળે તો

હું સમય ને પણ સાથ કરૂં જો એ મને મળે તો


એના અધરને ચુમી લઊ જો એ મને મળે તો

એની મુસ્કાનને માણી લઊ જો એ મને મળે તો


એના હાસ્યથી હસી લઊ જો એ મને મળે તો

એના રૂદન પર રડી લઊ જો એ મને મળે તો


બાકી તો સપન વધુ શું કહું જો એ મને મળે તો?

કામદેવ - રતી ને પાછા પાડું જો એ મને મળે તો...


==== સપન ====

Tuesday, September 18, 2007

આપણી દોસ્તી ની વાત કાંઇ ઓર છે


આ જનમની વાત કાંઈ ઓર છે
દોસ્ત! તારો સાથ કાંઈ ઓર છે

તારા જનમ દિને તને આપુ છું હ્રદયથી
એ શુભેચ્છા નો સાદ કાંઈ ઓર છે

સાતેય આસમાનને જે નીચા કહાવે છે,
આપણી દોસ્તી નું એ આસમાન કાંઈ ઓર છે

મરીને પણ નિભાવીશ હું આ દોસ્તી
આપણા એ વચનની તાકાત કાંઈ ઓર છે

સંગે મરમર ના તાજને પણ પાડે છે ઝાંખો
આપણી દોસ્તી નો એ ઝગમગાટ કાંઈ ઓર છે

બેઠા'તા ઘરના ઓટલે
ને ખાધા'તા એકમેકના જુઠા ધાન,
લડ્યા'તા એકબીજા માટે એનુ ઉગે છે માન
મોત કરતાં વહાલું છે દોસ્તનું સન્માન

કુદરતે રચેલા આ સંબંધનો ઘાટ કાંઈ ઓર છે.
સપન ! આ દોસ્તીનો સ્વાદ કાંઈ ઓર છે.

આ જનમની વાત કાંઈ ઓર છે
દોસ્ત! તારો સાથ કાંઈ ઓર છે

=*=*= સપન =*=*=

Tuesday, September 4, 2007

કશુંક ખુટે છે


અંબરને આજે તારા ખુટે છે.
કુસુમને આજે સુમન ખુટે છે

દરીયામાં પણ જ્યાં પાણી ખુટે છે,
મનમા આજે મન્નત ખુટે છે

પલાળવી છે આંખો પણ
નયનને આજે આંસુ ખુટે છે

મરી પરવારી છે એ ઈચ્છા, એ ઉમંગ..
લાશ ઢાંકવા આ આભનું કફન ખુટે છે

દફનાવી દેવા જે આજે દિલના અરમાન,
દફનાવવા આ આખ પૃથ્વી ખુટે છે

સળગી રહ્યો છે દાવાનળ દિલમાં,
ઓલવવા વાવાઝોડાના વાયરા ખુટે છે

લાગણીઓમાં ખારાશ તો આવશે જ આવશે
સંબધોમાં આજે મીઠાસ ખુટે છે

નશો પણ હવે ચડશે ક્યાંથી
મયખાનામાં શરાબના જામ ખુટે છે

કવીતા પણ હવે લખાશે ક્યાંથી
'સપન' પાસે હવે શબ્દો ખુટે છે

=*=*= સપન =*=*=