Search This Blog

Wednesday, August 27, 2008

અને હું જાગતો રહ્યો.....


શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો
ના જાણે કેમ હું ખુદ ને ખોળતો રહ્યો?

પહેલાં જ કદમથી મે મંજીલને ઈચ્છી
મંજીલ ધ્યાનમાં રહી ને રસ્તા ભુલતો રહ્યો

વરસતાં વાદળમાં પલળવાની ઈચ્છા થઈ
વાદળ વરસી ગયું ને હું કોરો-સુકો જ રહ્યો

હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો.
એક આંસુ આવ્યુ ને હું ગમ પીતો રહ્યો

લખવાને કવીતા ઉપાડી મે કલમ
શબ્દ મળ્યા મને, અર્થ હું ખોતો રહ્યો

આંખો મીચીને કરી જો યાદ એને
"સપન" ના આવ્યુ અને હું જાગતો રહ્યો

સપન
તા. ૨૧.૦૮.૨૦૦૮

3 comments:

Rushang Desai said...

fine buddy..

rajula said...

"હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો.
એક આંસુ આવ્યુ ને હું ગમ પીતો રહ્યો"

amazing......

Unknown said...

ekdam mast 6e...