Search This Blog

Friday, January 22, 2010

ફેર શું ??



પ્રેમ કર્યો છે મે એને, પછી એણે તોડેલા વચનના વેર શું ?
એને આપેલું વચન જો હું પણ તોડું, તો અમારા બન્નેમાં ફેર શું ?

=:=: સપન :=:=
૨૧.૦૧.૨૦૧૦

=======================================================
મારી ઉપરોક્ત રચનાના પ્રતિ કાવ્ય રૂપે નિશાંત ભાઈ દ્વારા
નીચેની સુંદર રચના મળી;
જે બદલ હું એમનો આભારી છું.
=======================================================

પ્રેમ એ તો પ્રેમ હોય છે, તેમાં કોઈ વચન શું કે વેર શું???
કઈ મજબૂરીમાં તોડી'તી, આપેલી એ યાદી વચનોની,
જો તમને એ જાણ થાય તો, મારા એ પ્રેમનું શું ???
"નિર્ઝર" બેવફા બનીને રહેશે, આખી ઝીંદગીમાં આપની,
જો આપને એ જણાવી જ દઉં, તો આપણા બંનેમાં ફેર શું???

નિશાંત ગોર "નિર્ઝર"

Monday, January 18, 2010

જમાના એ દિધા છે ઝખમ એટલાં....



નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.

પ્રેમ અને વહેમ વચ્ચે ઝોલા ખાતી જીંદગી. ક્યારેક વહેતી ક્યારેક થોભતી જીંદગી
જીંદગીની નાવને સંભાળુ હું કેમ ? આ નાવ તો પતવારમાં જ અટવાય છે.

સમયના વહેણમાં ખેંચાઈ જાઊં છું. વિચારોની લહેરમાં તણાઈ જાઊં છું.
તુટેલા ’સપન’ લઈ ચાલુ છું જ્યાં; એ રાહ પર મારી મંજીલ અટવાય છે.

નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.

=: સપન :=
૨૦.૦૧.૧૦

Friday, January 8, 2010

મંજુર છે...




તુ શરૂઆતને અંત કહીશ, મંજુર છે.
તુ શયતાનને સંત કહીશ, મંજુર છે.
બસ તુ મને અપનાવી લે..
પછી તુ કોઈ પણ શરત મુકીશ મંજુર છે.

આમ જ કોઈ ધરી દે અમૃતનો સાગર, નથી જોઈતો.
તુ પ્રેમથી બે બુંદ ઝેર આપીશ, મંજુર છે.

હવે ડંખે છે મને ફુલોની સેજ પણ તારા વિના.
તારી સાથે તો બાણ શૈય્યા પણ મંજુર છે.

તુ શરૂઆતને અંત કહીશ, મંજુર છે.
તુ શયતાનને સંત કહીશ, મંજુર છે.
બસ તુ મને અપનાવી લે..
પછી તુ કોઈ પણ શરત મુકીશ મંજુર છે.

=:=: સપન :=:=
૦૮.૦૧.૨૦૧૦

Friday, January 1, 2010



તારા રૂપને થોડું નિરખી લઊ.
તારા પ્રેમને થોડો પામી લઊ.
અરમાન દિલમાં એ આજે જાગ્યું;
તને મારી કવિતા બનાવી દઊ.

પ્રેમની ઝાકળ ભેગી કરી ભર્યો છે ખોબો.
લાવ તારા સુરૂપ ચહેરા પર એક છાલક મારી લઊ.

ઉડતા વાદળને અટકાવી વરસાવુ મેઘ.
આજે તારા અંગ અંગને હેતથી ભિંજવી દઊ.

વસંતના દરેક ફુલની સુગંધ લાવ્યો છું.
અને એ કામુક ખુશ્બુથી તારી ઝુલ્ફો મહેકાવી દઊ.

તારા રૂપને થોડું નિરખી લઊ.
તારા પ્રેમને થોડો પામી લઊ.
અરમાન દિલમાં એ આજે જાગ્યું;
તને મારી કવિતા બનાવી દઊ.

=:=: સપન :=:=
૨૯.૧૨.૦૯


ક્યારેક હું કહી ના શકું તો તુ સમજી જજે..
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે..
એકબીજાને સમજાવતાં કદાચ રીસાઈ પણ જઈએ..
ક્યારેક હું ના મનાવી શકું તો તું માની જજે..

=:=: સપન :=:=
| ૨૨.૧૧.૨૦૦૯ |