નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.
પ્રેમ અને વહેમ વચ્ચે ઝોલા ખાતી જીંદગી. ક્યારેક વહેતી ક્યારેક થોભતી જીંદગી
જીંદગીની નાવને સંભાળુ હું કેમ ? આ નાવ તો પતવારમાં જ અટવાય છે.
સમયના વહેણમાં ખેંચાઈ જાઊં છું. વિચારોની લહેરમાં તણાઈ જાઊં છું.
તુટેલા ’સપન’ લઈ ચાલુ છું જ્યાં; એ રાહ પર મારી મંજીલ અટવાય છે.
નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.
=: સપન :=
૨૦.૦૧.૧૦
2 comments:
ખુબ જ સરસ ગઝલ..વાહ!
"નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે."
આ પંક્તિ ખુબ જ ગમી
દોસ્ત,તમારી ઘણી રચનાઓ વિનય રખોલિયા નામના વ્યક્તિએ વર્ડપ્રેસના રંગમંચ પર ગોઠવી છે.તમારા બ્લોગની લિંક મુકવી તો દુરની વાત છે...તમારુ નામ પણ નથી લખ્યુ...જુવો અહી...
http://jaysomnath.wordpress.com/2010/04/17/%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B0%E0%AA%B9%E0%AA%AE-%E0%AA%B2%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D/
Post a Comment