Search This Blog

Wednesday, October 12, 2011

સમયના વહેણમાં વહી જાઉં છું....





સમયના વહેણમાં વહી જાઉં છું.
પ્રેમના વહેમમાં રહી જાઉં છું.
ભાવનાઓની રમત જ્યારે પણ રમી.
આંખોની શરમમાં રહી જાઉં છું.

રસ્તાઓની રઝળપાટને હું મારગ માનું
તળીયેથી કાંણી નાવને હું તારક માનું
લોકોથી દુર જ રહેવાને હું સારપ માનું
પછી પીડા માટે એકલતાને કારણ માનું.
આખર તો હું એક માણસ જ છું ને...
પત્થર દેખાય તો શ્રદ્ધાથી ઝુકી જાઉં છું.
....સમયના વહેણમાં....

અનંત આકાશમાં હું ઈશ્વરને શોધું.
ખોટા મારગમાં હું મંજીલને શોધું.
દિવા તળે પણ હું ઉજાસને શોધું
જાણે મૃત્યુ પછી હું શ્વાસને શોધું.
પ્રેમના શબ્દોને સમજું હું ક્યાંથી ?
કાયમ નફરતમાં ઘેરાઈ જાઉ છું.
....સમયના વહેણમાં....

આભાસી લાગણીઓમાં જીવન વિતાવું
મનનાં શબ્દોને હું કાગળ પર ઉતારૂં.
યુગોની ચાહત રાખી ક્ષણમાં પછડાઉં.
ક્યારેક ના કહેવાનું પણ કહી જાઉં.
નીંદરમાં આવી તડપાવ ના ’સપન’
હવે તો શબ્દો શોધતાં પણ થાકી જાઉં છું.

સમયના વહેણમાં વહી જાઉં છું.
પ્રેમના વહેમમાં રહી જાઉં છું.

:: સપન ::
૧૨.૦૪.૧૦

No comments: