મિત્રો,
પહેલાં નીચેના મુદ્દાઓ ધ્યાનથી વંચો...
(૧) હું જ્યાં રહું છું એ સુરત નો ગોપીપુરા એરીયા ચારે તરફથી મુસલમાન અને વચ્ચે જૈન તથા હિન્દુ વસ્તી ધરાવતો એરીયા છે. આમ છતાં પણ અહીના લોકો આ એરીયાને સુરતનો safest અરીયા કહે છે. આ જ એરીયામા ૬૦ જેટલા જૈન દેરાસરો, હિન્દુ મિલન મંદીર જેવા ઘણાં મંદીરો અને મુસલીમ મસ્ઝીદો આવી છે. દરેક પ્રજા સાથે હળી મળીને રહે છે....
(૨) નજીકમાં જ આવેલું આલિપોર ગામ, જ્યાં એક પણ જૈન ઘર નથી, ફક્ત મુસલમાનો નું તે ગામ છે, છતાં એ જૈનોના પવિત્ર તિર્થ સ્થાનોમા આવે છે. અને આ તિર્થને મુસલમાનો પોતાની પાક મસ્ઝીદ જેટલું જ સાચવે છે.
(૩) હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ "આમીર" અગર તમે જોઈ હોય તો તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મમા મુસ્લીમ આતંકવાદને કેવો જોરદાર તમાચો મારવામા આવ્યો છે, એ પણ એક મુસલમાન દ્વારા જ.....
(૪) મણીરત્નમની બોમ્બે ફીલ્મ રાજનૈતીક ત્રાસવાદ વિશે ઘણું કહી જાય છે... એ તો તમે જાણો જ છો...
(૫) કાશ્મીરના મુસલમાનો આજે પણ ભારતમા જ રહેવા માંગે છે...
(૬) ભારતના મુસલમાનો પોતાને ભારતીય કહેવાનું ગર્વ ધરાવે છે....
(૭) સુરતના એવા વિસ્તારોમાંથી બોમ્બ મળી આવ્યા છે જ્યાં મુસલમાન દારૂગોળા સાથે પગ મુકતાં પણ ગભરાય... તો શું એ અનુમાન ના મુકી શકાય કે આ બોમ્બ કોઈ હિન્દુએ મુક્યા હોય એવુ પણ બને !!
(૮) હાલમા જ મસ્ઝીદોમા બોમ્બ ફુટવા એ ઘટના કઈ તરફ ઈશારો કરે છે??
ઉપરોક્ત મુદ્દાઓ પરથી હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક મુસલમાન એ ત્રાસવાદી હોય એ જરૂરી નથી... તો દરેક હિન્દુ એ સીધો દોર હોય એ પણ જરૂરી નથી.... ત્રાસવાદ અને મુસ્લીમ ધર્મને કંઈ લેવા દેવા જ નથી.
હું એમ નથી કહેવા માંગતો કે ત્રાસવાદી હિન્દુ છે, મુસ્લમાન છે, સીખ છે..... પણ હું કહેવા માંગુ છુ કે ત્રાસવાદ એ ફક્ત હિંસક મગજની જ ઉપજ છે.
હવે આનાથી બચવાના ઉપાય....
સૌથી પહેલા તમારામા દેશદાઝ અને માનવપ્રેમ હોવો જરૂરી છે. આ માટે તમારે ગમે તે સંજોગ માટે તૈયાર રહેવુ પડશે.. ગમે તે સમય સંજોગોમાં તમારા કદમ પાછા નહી પડવા જોઈએ... અગર તમારા ધ્યાનમા કોઈ શંકાશીલ વ્યક્તી પ્રવૃત્તી, કે વસ્તુ ધ્યાનમાં આવે તો તુરંત જ પોલીસ ને જાણ કરો... ત્યારે જો તમે એમ વિચાર કરશો કે "પોલીસ મને હેરાન કરી નાખશે... મને જ આ બાબતે પહેલા જાત જાતની પુછ પરછ કરશે.. એવા બગાડવા માટે આપણી પાસે ક્યાં ટાઈમ છે?" તો યાદ રાખશો કે એક પણ બોમ્બ ફુટ્યો અથવા એક પણ મોત થયું તો...સૌથી પહેલા અને સૌથી મોટા ગુન્હેગાર આપ જ કહેવાશો...
સુરતની પ્રજાને આ બદલ દરેક જણે ધન્યવાદ આપ્યા છે કે જેમણે પોતાની જાનની પરવા વગર દરેક શન્કાશીલ વાતની જાણ પોલીસ ને કરી છે. એ જાણીને તમને નવાઈ લાગશે કે જાણકારી આપનાર કોઈને પણ પોલીસે હેરાન નથી કરી.... કે નથી તેમનો વધારે ટાઈમ બગાડ્યો... વરાછા, ત્રિકમ નગરમાં રહેતા ગીતાબેનને તો એક દિવસ રહેવા માટે પાંચ લાખની ઓફર અને ધમકી મળ્યા બાદ પણ તેમણે તેમનો સામનો કર્યો છે.....
આ જ બહાદુરી અગર આપણે સૌ કેળવી લેશું તો ત્રાસવાદીઓની હિંમત નથી કે આપણા દેશને જરા સરખું પણ નુકસાન કરી શકે....
બીજી વાત ખાસ કે ઝુનુન રાખો પરંતુ એટલું નહી કે કોઈ પણ પોતાના ધર્મ કે જાતી વિશે કાંઈ પણ બોલે તો છરા ચપ્પા લઈને ગલીઓ પર ઉતરી આવવું... બોલનાર તો બોલીને છટકી જશે અને આપણું ઝુનુન આપણા જ નિર્દોષભાઈઓનો ભોગ લેશે...
આવું તો ઘણું લખવા લાયક છે... સમયના અભાવે અહિં જ વિરમું છું....
આભાર સહ....
સપન...
1 comment:
Post a Comment