Search This Blog

Tuesday, December 2, 2008

હું છું સપન સુરતીલાલો

{ સુર્યપુત્રી તાપી - Tapi River - Daughter of Sun }


હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

ક્યારેક ડાહ્યો ક્યારેક ડમરો
ક્યારેક ફુલ ક્યારેક ભમરો
થોડો પ્યારો થોડો ન્યારો
નાગર નટખટ સૌનો વ્હાલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

થોડો સીધો થોડો વાંકો
થોડો સહેલો થોડો આકરો
થોડો બુરો થોડો ભલો
થોડો શાણો થોડો ભલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

:: સપન ::

Wednesday, November 19, 2008

શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો.


શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો.
ના જાણે કેમ હું ખુદ ને ખોળતો રહ્યો.

પહેલાં જ કદમથી મે મંજીલને ઈચ્છી,
મંજીલ ધ્યાનમાં રહી, રસ્તા ભુલતો રહ્યો.

વરસતા વાદળમાં પલળવાની ઈચ્છા થઈ
વાદળ વરસી ગયું, હું કોરો-સુકો જ રહ્યો.

હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો,
એક આંસુ આવ્યુ, હું ગમ પીતો રહ્યો.

કવીતા લખવા ઉપાડી મે કલમ,
શબ્દ મળ્યા મને, અર્થ હું ખોતો રહ્યો.

આંખો મીચીને મે યાદ કરી જો એને,
સપન ના આવ્યુ, ને હું જાગતો રહ્યો.

સપન
૧૮.૧૦.૨૦૦૮

Friday, November 7, 2008

કવીશ્રી આદિલ મન્સુરીને શ્રદ્ધાંજલી.

શાહી તો મળી જાશે પણ એ કલમ ક્યાંથી મળશે??
દરેક મનને જીતી લેતું એ મન ક્યાંથી મળશે??
કવીતાઓમાં ધબકતું એ જીવન ક્યાંથી મળશે??
ગુજરાતને ધબકારતા ’આદિલ’ ક્યાંથી મળશે??
"સપન"

કવી શ્રી આદીલને શ્રદ્ધાંજલી અર્પવાનો એક નાનો અને નમ્ર પ્રયાસ...

લીલાછમ પર્વત પર રમતું વાદળ તું લાગે છે.


લીલાછમ પર્વત પર રમતું વાદળ તું લાગે છે.
શીયાળુ ઝાકળની ભીની ચાદર તું લાગે છે.

રાતે વાદળ પાછળ ચમકતી વિજળી તું લાગે છે.
પ્રભાતે ખીલતા ગુલાબની પાંદડી તું લાગે છે.

શબ્દોના બંધનથી મુક્ત કવીતા તું લાગે છે.
હસતી રમતી ઉછળતી કુદતી સરીતા તું લાગે છે.

પુનમની રાતે રેલાતી ચાંદની તું લાગે છે.
પાટણના પટોડા પર શોભતી બાંધણી તું લાગે છે.

મનનાં નિ:સ્વાર્થ પ્રેમની લાગણી તું લાગે છે.
સપનને તો કોઈ સુંદર શાયરી તું લાગે છે.

સપન
૧૭.૧૦.૨૦૦૮

वो नझरे भी मिलाते है और आंखे भी चुराते है

वो नझरे भी मिलाते है और आंखे भी चुराते है
जब भी मिलते है वो, तब ऐसे ही शरमाते है

बीना मिले उन्हे हम रेह नही पाते
जब मिलते है, कुछ केह नही पाते
वो हमारी आंखो को पढ लेते है
फ़ीर आंखो से ही सब केह जाते है
खामोशीयो मे वो याद आते है
बातो में भी वो चले आते है

जब आंखो को बंध करके हम सो जाते है
तब चुपके से आके वो सपन मे समा जाते है.

सपन
१९.१०.२००८

આજે આકાશ પણ રડી રહ્યુ છે.


મને આ દર્દ દઝાડી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

વેદનાના તીર દીલને વિંધી રહ્યા છે.
વિરહના કાંટા ધડકન છેદી રહ્યા છે.
ફરી કોઈ યાદ આવી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

આંખો બસ એમને શોધી રહી છે.
વાટ બસ એમની જોઈ રહી છે.
જીવન બસ એમને ઝંખી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

કવીતા તો દર્દની બની રહી છે.
કલમ બસ શબ્દો લખી રહી છે.
તુટ્યુ સપન એમા ભળી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

સપન
૧૯.૦૯.૨૦૦૮

Tuesday, September 30, 2008

સહુથી અઘરો સવાલ છું હું....


સહુથી અઘરો સવાલ છું હું
કોઈ તો કહે મને, કોણ છું હું?
પાનખરમાં ખરતું પાન છું હું ?
કે પછી નિશાન ચુકેલું બાણ છું હું?
કદાચ ટુટેલો દર્પન છું હું..
કોઈ તો કહે મને, કોણ છું હું?

આંટી ઘુટી ને આટા પાટા, જીવન જાણે જુગાર સટ્ટા
એક બાજી જિત્યા જ્યારે,તેર બાજી હાર્યા ત્યારે,
સતત હારતો સિકંદર છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

દરીયે તોફાન, વચ્ચે વમળ.
નાવ છે નાની, એ પણ કાણી.
એ નાવની પતવાર છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

આંધીએ અટવાયેલું વહાણ છું હું
કે પછી આંખે ભોંકાતું ’સપન’ છું હું.
કદાચ જવાબ વિનાનો સવાલ છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

સપન
૨૭.૦૯.૨૦૦૮