
શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો.
ના જાણે કેમ હું ખુદ ને ખોળતો રહ્યો.
પહેલાં જ કદમથી મે મંજીલને ઈચ્છી,
મંજીલ ધ્યાનમાં રહી, રસ્તા ભુલતો રહ્યો.
વરસતા વાદળમાં પલળવાની ઈચ્છા થઈ
વાદળ વરસી ગયું, હું કોરો-સુકો જ રહ્યો.
હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો,
એક આંસુ આવ્યુ, હું ગમ પીતો રહ્યો.
કવીતા લખવા ઉપાડી મે કલમ,
શબ્દ મળ્યા મને, અર્થ હું ખોતો રહ્યો.
આંખો મીચીને મે યાદ કરી જો એને,
સપન ના આવ્યુ, ને હું જાગતો રહ્યો.
સપન
૧૮.૧૦.૨૦૦૮