Search This Blog

Tuesday, December 2, 2008

.....ત્યારે લાગી આવે



એને દિલમાં વસાવીએ અને એ જ્યારે દીલ તોડી જાય ત્યારે લાગી આવે.
એના પ્રેમમાં પાગલ થઈ જઈએ અને એ તરછોડી જાય ત્યારે લાગી આવે.

મન કહે શું સુંદર ફુલ છે? પછી એને કોઈ તોડી જાય ત્યારે લાગી આવે.
માળી વસાવે ઉપવનને. પછી કોઈ એને ઉઝાડી જાય ત્યારે લાગી આવે.

સુખમાં કાયમ સાથ દેનારા. દુખમાં હાથ છોડી જાય ત્યારે લાગી આવે.
દર્દ કોઈ સમજે ના સમજે પણ જ્યારે કોઈ રડાવી જાય ત્યારે લાગી આવે.

ઉગતા સુર્યને સૌ કોઈ પુજે. ડુબતાની મજા માણી જાય ત્યારે લાગી આવે.
પુનમના ચંદ્રને પ્રેમ કરે અને એને અમાસે કાળો કહી જાય ત્યારે લાગી આવે.

પત્થરને પુજીને લોકો પુણ્ય કમાય. ભુખ્યાને લાત વાગે ત્યારે લાગી આવે.
પ્રેમની વાત કરે છે જે લોકો એ જ્યારે વેર વાળી જાય ત્યારે લાગી આવે.

કોઈની પ્રીતમાં ખોવાઈ જઈએ અને એ પુંઠ ફેરવી જાય ત્યારે લાગી આવે.
કોઈ આંખોમાં સમાઈ જાય અને પછી "સપન" તુટી જાય ત્યારે લાગી આવે.

:: સપન ::
૦૨-૧૨-૨૦૦૮

હું છું સપન સુરતીલાલો

{ સુર્યપુત્રી તાપી - Tapi River - Daughter of Sun }


હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

ક્યારેક ડાહ્યો ક્યારેક ડમરો
ક્યારેક ફુલ ક્યારેક ભમરો
થોડો પ્યારો થોડો ન્યારો
નાગર નટખટ સૌનો વ્હાલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

થોડો સીધો થોડો વાંકો
થોડો સહેલો થોડો આકરો
થોડો બુરો થોડો ભલો
થોડો શાણો થોડો ભલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

:: સપન ::