Search This Blog

Thursday, December 15, 2011

કાનજી વિરુદ્ધ કાનજી



ગઈ કાલે આ નાટક જોઈ આવ્યો... તમારી ધાર્મિક શ્રદ્ધાઓને ધરમૂળ થી હલાવવાની તાકત રાખે છે આ નાટક... 

જો તમે ભગવાન માં માનતા હોવ અને કામ કઢાવવા માટે ભગવાનને અવનવી માનતાઓની લાંચ આપતા હોવ તો એકવાર આ નાટક જોઈ આવજો... 

એક કાનજી જે ખરેખર ભગવાનમાં માનતો જ નથી એ વ્યક્તી સીધા કાનજી (ભગવાન શ્રી કૃષ્ણ) ને કોર્ટમાં પડકારે છે.. 

જીતે છે કે હારે છે, કે પછી આ મેચ ડ્રો થાય છે એ તો તમે નાટક જોશો ત્યારે જ ખબર પડશે પણ એ વાત પાક્કી કે તમે ધરમના નામે ચાલતા ધતીંગ-ધંધાઓને સારી રીતે ઓળખી જશો અને પડકારી શકશો.... 

ટીકુ તલસાણીયા અને સાથી કલાકારો નો અદભુત અભિનય, ભાવેશ માંડલીયાના રમુજી પણ ધારદાર વાક્યો અને ઉમેશ શુક્લનુ ઉત્તમ દિગ્દર્શન તમને શરૂઆત થી અંત સુધી ખુરશી પર ફેવીકોલ લગાવીને જકડી રાખશે... લાભ મળે તો ચુક્ત નહી....

સપન...

Wednesday, November 9, 2011

નિલ સરોવરમાં હંસોનુ જોડું




એક મિત્ર નિશાંતભાઈ ગોરના કહેવાથી તેઓ માટે બનાવેલી રચના.

તમારા બંધનને જોઈને જાણે યાદ આવ્યું
નિલ સરોવરમાં હંસોનુ જોડું
દિલથી જોડાયેલું અને પ્રેમથી બંધાયેલુ
નિલ સરોવરમાં હંસોનુ જોડું

તન બે પણ મન એક
નામ બે પણ આતમ એક
તું જ હું અને હું જ તું, એમ
આંખ ચાર પણ સપન એક

શતદલ પદ્મની પાંખમાં જાણે સમાયેલું
નિલ સરોવરમાં હંસોનુ જોડું
દિલથી જોડાયેલુ ને પ્રેમથી બંધાયેલું
નિલ સરોવરમાં હંસોનું જોડું.

~ :: સપન :: ~
૦૯.૧૧.૨૦૧૧

Wednesday, October 12, 2011

સમયના વહેણમાં વહી જાઉં છું....





સમયના વહેણમાં વહી જાઉં છું.
પ્રેમના વહેમમાં રહી જાઉં છું.
ભાવનાઓની રમત જ્યારે પણ રમી.
આંખોની શરમમાં રહી જાઉં છું.

રસ્તાઓની રઝળપાટને હું મારગ માનું
તળીયેથી કાંણી નાવને હું તારક માનું
લોકોથી દુર જ રહેવાને હું સારપ માનું
પછી પીડા માટે એકલતાને કારણ માનું.
આખર તો હું એક માણસ જ છું ને...
પત્થર દેખાય તો શ્રદ્ધાથી ઝુકી જાઉં છું.
....સમયના વહેણમાં....

અનંત આકાશમાં હું ઈશ્વરને શોધું.
ખોટા મારગમાં હું મંજીલને શોધું.
દિવા તળે પણ હું ઉજાસને શોધું
જાણે મૃત્યુ પછી હું શ્વાસને શોધું.
પ્રેમના શબ્દોને સમજું હું ક્યાંથી ?
કાયમ નફરતમાં ઘેરાઈ જાઉ છું.
....સમયના વહેણમાં....

આભાસી લાગણીઓમાં જીવન વિતાવું
મનનાં શબ્દોને હું કાગળ પર ઉતારૂં.
યુગોની ચાહત રાખી ક્ષણમાં પછડાઉં.
ક્યારેક ના કહેવાનું પણ કહી જાઉં.
નીંદરમાં આવી તડપાવ ના ’સપન’
હવે તો શબ્દો શોધતાં પણ થાકી જાઉં છું.

સમયના વહેણમાં વહી જાઉં છું.
પ્રેમના વહેમમાં રહી જાઉં છું.

:: સપન ::
૧૨.૦૪.૧૦

Sunday, July 3, 2011

Stories That Inspire Us...


I am remembering a story i heard in my school days.

Mr. Jhon is the first person in his small town who become a Doctor. After getting his degree he want to start his practice in his own town so he can leave joyfully at his birth place. But he found that nobody gets ill in his town. He makes research for the same and found that every person of this town is eating only healthy foods so nobody gets ill.

Now Mr. Jhon don't want to leave his motherland and also want to start his practice. So he starts a first fast food shop of that town and give name "Mr. Jhon Fast Food". In the same building he also starts his clinic. In some days, his shop running successfully and due to fast food people gets ill and his practice also starts in full speed.

Moral :

Let's side out Mr. Jhon's attitude to the citizens of that town and learn to create an opportunity where is no hope of business. Most of us always refuse to do business in those area when there is no hope to get money. But we also have to remind that the biggest hope for business is located over there only, because there must be a less or no competition. We just need to develop the opportunity over there.