Search This Blog

Thursday, January 26, 2012

જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…


જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે.

ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે.

થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું એનું લાકડું રાખી મૂકીશ.

ત્રણેય ઝાડ કપાયાં. ત્રણેય દુ:ખી થયાં. એમના ધાર્યા પ્રમાણે કશું ન થયું પણ ઘાસ રાખવાની ગમાણ બનેલા ઝાડ પાસે એક દિવસ એક સ્ત્રી-પુરુષ આવ્યાં, એમની પાસે તાજું જન્મેલું બાળક હતું. બાળકને ગમાણમાં ઘાસ પર રાખવામાં આવ્યું. તરત ઝાડને સમજાયું : ઓહ ! મારી ગોદમાં સૂતેલું આ બાળક તો આખી સૃષ્ટિની સૌથી મુલ્યવાન વ્યક્તિ છે. કબાટ બનીને મુલ્યવાન વસ્તુ સંઘરવા કરતાં મુલ્યવાન વ્યક્તિને પોતાની ગોદમાં રાખીને એ ઝાડ ધન્ય ધન્ય થયું.

થોડા વર્ષો બાદ, બીજા ઝાડમાંથી બનેલી હોડી મઝધારમાં હતી ત્યારે ભયંકર તોફાન આવ્યું. હોડી ઊંધી વળી જાય તેવી સ્થિતિ હતી. એ વખતે હોડીમાં સૂતેલા યુવાને ઊભા થઈને કહ્યું : ‘શાંતિ…શાંતિ…’ અને વાવાઝોડું શાંત થઈ ગયું. હોડી બનેલા વૃક્ષને સમજાઈ ગયું કે એ ઉતારુ બહુ મહાન આત્મા હતો.

મહારાજા અને મહારાણી કરતાં પણ મોટો માણસ હતો. ઝાડને પોતાનું જીવન ધન્ય થતું લાગ્યું. ત્રીજા ઝાડના લાકડાના ટુકડા કરીને તેને એ ટુકડા એમ જ અમસ્તા રાખી મૂકવામાં આવ્યા. એક દિવસ એના બે ટુકડાને ઊભા-આડા જોડીને એમાંથી ક્રોસ બનાવાયો.

એક યુવાન એ ક્રોસ ઊંચકીને ટેકરી પર ગયો અને તેને એ વધસ્તંભ સાથે જડી દેવામાં આવ્યો. ત્રીજા વૃક્ષને સમજાયું કે ટેકરી પર, ઈશ્વરની નજીક પહોંચવાની તેની ઈચ્છા પૂરી થઈ હતી.

બોધ : જ્યારે તમારું ધાર્યું ન થાય ત્યારે ધીરજ રાખજો અને સમજી લેજો કે ઈશ્વરે તમારા માટે ઘડી રાખેલી યોજના પ્રમાણે જ બધું થઈ રહ્યું છે.
Courtesy : Anonymous

Friday, January 13, 2012

મૃત્યુ નો મલાજો...


સ્ટ્રેચર પરથી ઉંચકીને પથારી પર સુવાડતા સુવાડતા સીસ્ટર જ્યોતી બોલી “લ્યો તમારો દિકરો આવી ગયો.”

રમણિકલાલના હ્રદયમાં ઉંડે ઉંડે પડઘા પડવા લાગ્યા કે દિકરો આવી ગયો.

માંડ માંડ આંખો ઉચકવાનો નીરર્થક પ્રયત્ન પણ તે ઉડુ ઉડુ થતા ખોળીયાઍ કરી જોયો. હાથ થોડા ઘણા ફરકયાં.

આવેલા દિકરાઍ પણ હાથમાંની બેગ બાજુમાં મુકીને બેવ હાથ વડે ખુબજ હેતથી રમણીકલાલના હાથ પકડી લીધા….

જ્યોતી સીસ્ટરે ડોકુ ધીમેથી હલાવીને હવે વધુ સમય નથી નો મૌન સંદેશો દિકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો.

રમણીકલાલના મોં પર આજે દસ દિવસે કઈક નવો સંતોષ હતો !

લગભગ બે કલાક સુધી આમને આમ દિકરા અને બાપ વચ્ચે એકપણ શબ્દ વગર ખુબ બધી ચર્ચા થઇ…

બન્ને માંથી કોઇ હલ્યુ નહિ.

રાત્રીના હવે અગીયાર વાગ્યા હતા.

વોર્ડમા હવે છુટાછવાયા ઉધરસ અને ઉંહકારા સીવાય શાંતી હતી.

બાપનો હાથ પકડીને કયારનાય બેઠેલા દિકરાને જોઇ સીસ્ટરે દિકરાને પણ બહારના બાંકડે જઇ આરામ કરવાની સલાહ આપી.

દિકરાઍ ફકત ડોકુ ધુણાવ્યુ અને ફરી પાછૉ ઍક હાથે પકડેલ બાપના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.

લગભગ બે કલાક બાદ અચાનકજ એક નાનકડો પણ કંઇક જુદોજ અવાજ સંભળાયો અને દિકરાના હાથમા પકડેલ બાપનો હાથ નીર્જીવ બની ગયો.

દિકરાઍ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી.

કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણીકલાલના અચેત શરીર પરથી ઓકસીજન માસ્ક અને બીજા યંત્રો દુર કરવા માંડ્યા.

જયોતિ સિસ્ટરે માનવતા બતાવતા દિકરાના ખભે હાથ મુકિને કહ્યુ,

“જે થાય છે તે ઇશ્વર ભલા માટેજ કરે છે.ઘણા વખતથી ઍકલા ઍકલા રીબાતા હતા. ભગવાન ઍમની આત્માને શાંતી આપે. આમતો ઘણા સારા માણસ હતા”

પાછળ ફરીને તે બોલ્યો,

“લાગ્યુજ કે કોઇ સારા માણસ હતા. આ કોણ હતા?”

સીસ્ટર આશ્ચયમા પડી ગઇ અને બોલી,

” શુ વાત કરો છો? આ તમારા પીતા હતા.”

ખુબજ સ્વસ્થતાથી પેલાઍ જવાબ આપ્યો,

“ના હું ઍમનો દિકરો નથી. મારા પિતાજી મારા ઘરે છે. પણ, હા હું આ કાકાના દિકરા જેવો થોડો ઘણો દેખાતો હોઇશ !

હુ તો અહી હોસ્પીટલના ઓપરેશન થીયેટરનુ જનરેટર ઇમરજન્સીમા ઠીક કરવા રાતે આવ્યો હતો…

હુ ત્યાંથી બહાર આવ્યો અને રીસેપ્શન પર મારુ નામ કહ્યુ ત્યારે આપ મને અહી લઇ આવ્યા !

પહેલા મને લાગ્યુ કે આપ મને ચેક આપવા ડોકટર સાહેબ પાસે લઇ જાવ છો પણ ત્યાં તો આપે મારી ઓળખ આ કાકાને તેમના દિકરા તરીકે કરાવી.

ખબર નહી કેમ! પણ, મને થયુકે મને જેટલી મારા ચેક ની જરુર છે તેના કરતા આ કાકાને મારી વધારે જરુર છે.

ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ તેમણૅ પણ મને તેમનો દિકરો માન્યો !

તમે નહી માનો સીસ્ટર પણ મે છેલ્લા ચાર પાંચ કલાકમાં આ માણસ સાથે કંઇ કેટલીય વાતો મૌનથી કરી….

ચાલો ,આજે મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મીત બનવાનુ સદભાગ્યતો ઇશ્વરે મને આપ્યુ !

ડોકટર સાહેબને કહેજો… મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાથી આ કાકાનુ બીલ ભરી દે !”


આમ બોલીને બે હાથ જોડીને રમણીકલાલના શબને પ્રણામ કરી બેગ લઇને તે યુવાન ચાલતો થયો….

ઍક અજબ આશ્ચય સાથે જયોતી સિસ્ટર ઍને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નીર્જીવ શરીર પર પડી ત્યા બધું જ મૃત્યુ પામેલુ !! ફકત જીંવત હતુ તો પેલુ “સંતોષનુ સ્મીત“……….સૌજન્ય : મેહુલભાઈ રાવલ via  - Facebook