Search This Blog

Saturday, August 14, 2010

UFO... ઊડતી રકાબી....

સુર્યની અગન જ્વાળાઓમાંથી બનેલું સૌરમંડળ... સુર્યની પરીક્રમા કરતાં નવ ગ્રહ... એ ગ્રહની પરીક્રમા કરતાં ઉપગ્રહ.. એમાંથી એક આપણી આ પૃથ્વી.... અને એનો ચંદ્ર... આખા સૌરમંડળમાં ફ્ક્ત પૃથ્વીને પાણી મળ્યાની વાત..

ત્યારબાદ પાણીમાં પાંગરેલું પ્રથમ જીવ... ત્યાંથી આગળ જતાં બની પાણીની અંદરની જીવસૃષ્ટી... ધીમે ધીમે અમુક જીવો પાણીની બહાર આવ્યા.. જમીન પર પહેલું જીવ અવતર્યું... આગળ જતાં વાંદરાનો જન્મ થયો... વાનરની સુધારેલી આવૃત્તી એટલે માનવ...

માનવીને કુદરતે આપી બુદ્ધી.... શ્રેષ્ઠ બુદ્ધી... એ બુદ્ધીના જોરે શોધની શરૂઆત થઈ... ચક્ર.. અગ્ની.. કાગળ... ઈલેક્ટ્રીસીટી... બોમ્બ.... કોમ્પુટર.. મોબાઈલ... ઈન્ટરનેટ... આ થયો આપણો ઈતીહાસ...

પણ આ સંપુર્ણ વિકાસ દરમ્યાન માનવીને અથથી ઈતી સુધી એક સવાલ હંમેશા સતાવતો રહ્યો... શું અમારૂં એક જ ઘર છે ?? પૃથ્વી... અને ફક્ત પૃથ્વી જ.... ના અમારે તો બીજું ઘર પણ જોઈએ... શોધ શરૂ થઈ બીજા ગ્રહની.. ત્યાંના રહેવાસીઓની..

પરીણામ રૂપે આવ્યા દુરબીન... ટેલીસ્કોપ.. રોકેટ.. સ્પેશ શટલ.. શ્પેશ શીપ.. કુદરતી ઉપગ્રહને રેસ આપતો કુત્રીમ ઉપગ્રહ... અને હવે.. સ્પેશ સ્ટેશન.. સફર કરી આવ્યા ચંદ્રની અને મોકલી દિધા આપણા મશીનોને મંગળ સુધી.. ગુગલે ગુગલ અર્થ બનાવ્યુ.. સાથે એમા ફેસીલીટી આપી અવકાશની સફરની... જેમાં તમે જોઈ શકશો હજારો ગેલેક્સીઓ અને લાખો તારાઓ... પરંતુ ફરીથી એ સવાલ તો ત્યાંનો ત્યાં જ છે.... આટલા મોટા બ્રહ્માંડમાં શું આપણું એક જ ઘર ?? પૃથ્વી અને ફક્ત પૃથ્વી જ ??

એની પાછળ બીજા સવાલો... શું આપણું કોઈ પડોશી નહી ?.. શું બીજી દુનીયામાં હશે? ત્યાં કોણ રહેતું હશે ? જે હશે તે કેવા દેખાતા હશે ? તેઓ કેટલા હશે ?? તેમની વસ્તી માનવ કરતાં વધારે કે ઓછી ? તેઓ શું ખાતા-પીતા હશે ? શુ પહેરતા-ઓઢતા હશે ? શું તેઓ આપણી કરતાં તાકતવર હશે ? સવાલ પર સવાલ.. સવાલ પર સવાલ... પણ કોઈ જવાબ નહી....

બસ મળ્યા તો અમુક કિસ્સા.. જેમાં દરેકે આકાશમાં ઉડતી રકાબી (સ્પેશ શીપ) જોઈ... કોઈ તેને ગેરસમજ કહે છે તો કોઈ તેને સત્ય જણાવે છે.. અરે કોઈ તો તેને ધર્મ સાથે જોડી દીધા...
ચાલો મુળવાત પર આવું અને વાત અગર થોડી પાછળ લઈ જાઊં તો ઘણી ગુફાઓમાં આદિમાનવોએ બનાવેલાં ભીંતચિત્રો પણ મળી આવ્યા છે... ઘણાં પુસ્તકો છપાયાં અને ઘણાં સમાચારો આવ્યા...

અમેરીકામાં ઉડતી રકાબીઓના સંશોધનની ખરી શરૂઆત કેનેથ આર્નોલ્ડના કીસ્સાથી થઈ. કેનેથ એક અમેરીકન વ્યવસાયી હતાં. બીજા વિશ્વયુદ્ધ બાદ ૧૯૪૭માં તેઓ પોતાના અંગત વિમાનમાં વોશીંન્ગટનના રેઈનીઅર પર્વત પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેઓએ અવકાશમાં કોઈ રહસ્યમય પદાર્થ જોયો હતો. ત્યારબાદ સંશોધકોએ નોંધ્યુ છે કે આ પર્વતની આજુબાજુ આવા આશરે ૮-૧૦ પદાર્થો ઉડતાં દેખાય છે. કેનેથના વર્ણન મુજબ એ પદાર્થ પરાણે જોઈ શકાય એવો અર્ધચંદ્રાકાર ધરાવતો હતો. આ સીવાય પણ અન્ય વર્ણન કર્યા હતાં. તેના વર્ણનોની વ્યાપક નોંધ લેવાઈ થોડા દિવસની અંદર તેના માટે UFO (Unidentified Flying Object) શબ્દ પ્રચલિત થયો હતો. કેનેથના કીસ્સાબાદના જ અઠવાડીયામાં બીજા સેંકડો આવા પ્રકારના કીસ્સા વર્તમાન પત્રોને પાને ચઢી ગયા હતાં, જેમાં મોટા ભાગે અમેરીકાના જ હતાં. અહીં એક બનાવમાં એક પાયલતે ઈડાહો પાસે આવી નવ રકાબીઓ ઉડતી જોઈ હતી.

ઉડતી રકાબીઓના કીસ્સા માટે અમેરીકાની એર ફોર્સ દ્વારા ૧૯૫૨ માં પ્રોજેક્ટ બ્લુ બુક પણ શરૂ કરવામા આવ્યો હતો.. જે પાછળથી ૧૯૭૦માં બંધ કરી દેવામાં આવ્યો.(કારણ નથી ખબર)

કહેવાય છે કે કેટલીક સરકાર ઉડતી રકાબીની અમુક વાતોને છુપાવે છે. તેને લગતાં સામાન પણ સરકાર ખાનગી રીતે છુપાવીને રાખે છે. એરીયા ૫૧ ની જે વાત નીખીલભાઈએ કરી તે ઘણે અંશે સાચી છે. કહેવાય છે કે ત્યાં કોઈ પણ અજાણી વ્યક્તી દેખાય તો શુટ એટ સાઈટનો ઓર્ડર છે.

રોબર્ટ સ્કોટ લઝાર (જાણીતું નામ બોબ લઝાર) નામની વ્યક્તીએ દાવો કર્યો હતો કે તેઓએ નેવાડામાં ગ્રુમ લેક પાસે અને એરીયા ૫૧ ની બાજુમાં આવેલા સેક્ટર ૪ માં ૧૯૮૮-૮૯ દરમ્યાન ભૌતીક શાષ્ત્રી તરીકે ફરજ બજાવી છે. સેક્ટર - ૪ એ અમેરીકન મિલીટરીનું એક ગુપ્ત સ્થાન છે જ્યાં રીવર્સ એન્જીનીયરીન્ગ અને બાહ્ય અવકાસી પદાર્થો પર શોધ સંશોધન થાય છે. લઝારનો દાવો હતો કે તેમણે ત્યાં નવથી વધુ જુદી જુદી જાતની UFO પર કામ કર્યું છે... લઝારની પ્રસીદ્ધી ત્યારે ઘટી ગઈ જ્યારે તેના સ્કુલ પછીના કોઈ રેકોર્ડ ના મળ્યા અને એની સાયન્ટીફીક કોમ્યુનીટીના ઘણાએ એને એક પણ વાર મળ્યાની વાતને નકારી દીધી... પાછળથી લઝારનું શું થયું એની લગભગ કોઈને જાણ નથી (!)(!)(!)...

હજી તો આવી ઘણી વાતો છે.. જે આપણે જાણતાં નથી... કે જેની આપણને જાણ કરવામાં આવી નથી.... અને એ વિશે પણ ચર્ચાઓ તો ચાલતી જ રહેશે...

=: સપન :=
૧૪.૦૮.૧૦

1 comment:

POONAM said...

માનવીને કુદરતે આપી બુદ્ધી.... શ્રેષ્ઠ બુદ્ધી... એ બુદ્ધીના જોરે શોધની શરૂઆત થઈ... ચક્ર.. અગ્ની.. કાગળ... ઈલેક્ટ્રીસીટી... બોમ્બ.... કોમ્પુટર.. મોબાઈલ... ઈન્ટરનેટ... આ થયો આપણો ઈતીહાસ...humm

આપણું કોઈ પડોશી નહી? mane to lage che hashe !

બસ મળ્યા તો અમુક કિસ્સા.. ? ભીંતચિત્રો પણ મળી આવ્યા છે..?
કહેવાય છે કે કેટલીક સરકાર ઉડતી રકાબીની અમુક વાતોને છુપાવે છે. તેને લગતાં સામાન પણ સરકાર ખાનગી રીતે છુપાવીને રાખે છે. ha aavaat sachi che me pan kashek vanchi che.

રોબર્ટ સ્કોટ લઝાર (જાણીતું નામ બોબ લઝાર) નામની વ્યક્તીએ દાવો કર્યો હતો કે તેઓએ નેવાડામાં ગ્રુમ લેક પાસે અને એરીયા ૫૧ ની બાજુમાં આવેલા સેક્ટર ૪ માં ૧૯૮૮-૮૯ દરમ્યાન ભૌતીક શાષ્ત્રી તરીકે ફરજ બજાવી છે. સેક્ટર - ૪ એ અમેરીકન મિલીટરીનું એક ગુપ્ત સ્થાન છે જ્યાં રીવર્સ એન્જીનીયરીન્ગ અને બાહ્ય અવકાસી પદાર્થો પર શોધ સંશોધન થાય છે. aacha...hummm...! brhamand khoob vishaal che mate shkyatao ne aapne nakari na sakiye....!